મહાપાલિકા દ્વારા તમામ સંપ પર ક્લોરિનેશનની કામગીરીનું ચેકિંગ કરાયુંમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા વરસાદ રહી ગયા બાદ રોગચાળો ન ફેલાય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે. કમિશનર સંગીતા રૈયાણીની સૂચનાથી મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરની જુદી-જુદી જગ્યાઓએ પાણીની શુદ્ધતાની સઘન ચકાસણી કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જ્યાંથી શહેરમાં પાણી વિતરણ થાય છે તેવા સંપ પર ક્લોરિનેશનની કામગીરીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક રહેણાંક ઘરોમાંથી પણ પાણીના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ટીમ દ્વારા આવી રીતે કુલ 41 અલગ-અલગ જગ્યાએથી સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી હતી અને આ તમામ સેમ્પલ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર રાહુલ કોટડીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવેલા તમામ નમૂનાઓ યોગ્ય જણાયા છે. તપાસમાં ક્યાંય પણ અશુદ્ધ કે પીવાલાયક ન હોય તેવું પાણી મળ્યું નથી. કુલ 41 સ્થળોએથી લેવાયેલા પાણીના સેમ્પલ સંપૂર્ણપણે શુદ્ધ અને પીવાલાયક હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #HealthDepartment #WaterTesting #MonsoonUpdate #GujaratNews