બસ ફસાઈ તેને બે દિવસ થયા છતાં કોઈ ડોકાયા નહિ, અંતે ગ્રામજનોના આક્રોશ બાદ તંત્રએ બસ બહાર કાઢી મોરબી : મોરબીના જૂના ઘાટીલા પાસે ગુરુવારના રોજ એસટી બસ ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. બસ ફસાઈ ગયા બાદ 3 દિવસ સુધી યોગ્ય કામગીરી ન થતાં સ્થાનિક ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયો હતો.આ સમગ્ર ઘટના અંગેના 2 વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં મોડા પહોંચેલા ડેપો મેનેજરને સ્થાનિકો આક્રોશ સાથે ખખડાવતા જોવા મળે છે. જ્યારે શનિવારે પહોંચેલા ભાજપના નેતાઓ સામે પણ ગ્રામજનોએ ભારે રોષ ઠાલવી તેમને જસ ખાટવા જ આવ્યા હોવાનું મોઢેમોઢ કહી દીધુ હતું. સ્થાનિક લોકો અને આગેવાનોના સતત આક્રોશ અને મજબૂત રજૂઆત બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું. તંત્ર અને ડેપો મેનેજર દ્વારા ક્રેનની વ્યવસ્થા કરી ખર્ચ ભોગવવામાં આવ્યો હતો. આખરે શનિવારે સાંજે ગ્રામજનોના સહયોગથી ફસાયેલી એસટી બસને બહાર કાઢવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #JunaGhatila #STBus #MorbiNews #GujaratNews