સામાન્ય વરસાદમાં મોરબીમાં જળબંબાકારની સ્થિતિ, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા : રાજીનામુ કમિશનરને આપવાનું હોય, એક કોર્પોરેટર કમલમમાં રાજીનામું આપવા પહોંચ્યા, આ કમિટીમાં મલાઈદાર હોદો મેળવવા માટેની પ્રેશર ટેક્નિક : પુષ્પરાજસિંહ જાડેજામોરબી : મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાની કામગીરી અને ભાજપના કોર્પોરેટરો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક વિડીયો સંદેશમાં જણાવ્યું છે કે છેલ્લા 2 દિવસથી પડેલા મામૂલી વરસાદમાં મોરબી શહેરની હાલત નર્કથી પણ બદતર બની ગઈ છે. આવા સમયે 52 કોર્પોરેટરો ક્યાં છે તેવો પણ તેમને સવાલ ઉઠાવ્યો છે.20 વર્ષથી લાતી પ્લોટનો પ્રશ્ન અકબંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાપુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં મોરબી નગરપાલિકામાં ભાજપના 52 કોર્પોરેટરો હતા અને ફરીથી મોરબીની જનતાએ 52 કોર્પોરેટરો ચૂંટીને મોકલ્યા છે. આમ છતાં છેલ્લા 20 વર્ષથી લાતી પ્લોટનો પ્રશ્ન એમનેમ ઉભો છે. વીસીપરામાં જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. પંચાસર રોડ, વાવડી રોડ અને સામાકાંઠે ઋષભનગરમાં ઋષિકેશ વિદ્યાલય પાસે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે.ધારાસભ્યના કાર્યાલયે મહિલાઓનો થાળી-વેલણ સાથે વિરોધશહેર કોંગ્રેસ પ્રમુખે સવાલ ઉઠાવ્યો હતો કે પ્રજા પર મુશ્કેલી આવી છે ત્યારે અત્યારે આ કોર્પોરેટરો ક્યાં છે? રવાપર ચોકડી વિસ્તારની મહિલાઓને ધારાસભ્યના કાર્યાલયે થાળી અને વેલણ લઈને વિરોધ કરવા જવું પડે છે. મેયર જે વિસ્તારમાંથી ચૂંટાય છે તે લાતી પ્લોટની હાલત અત્યંત દયનીય હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરના રાજીનામા અંગે કટાક્ષ વોર્ડ નંબર 2 ના ભાજપના એક કોર્પોરેટરે કમલમ ખાતે રાજીનામું આપ્યું હોવાના સમાચાર અંગે કટાક્ષ કરતા તેમણે કહ્યું કે રાજીનામું કમિશનર કે મહાનગરપાલિકા કચેરીએ આપવાનું હોય, કમલમમાં નહીં. આ માત્ર આવનારા દિવસોમાં બનનારી નવી કમિટીઓમાં મલાઈદાર હોદ્દા મેળવવા માટેની પ્રેશર ટેકનિક હોવાનું લાગી રહ્યું છે. પ્રી-મોન્સૂન કામગીરી નિષ્ફળ, કોર્પોરેટરોને લોકોની વચ્ચે રહેવા અપીલઅંતમાં તેમણે મોરબી મહાગરપાલિકાના તમામ કોર્પોરેટરોને વિનંતી કરી હતી કે તેઓ પોતાના વિસ્તારમાં રહે. પ્રી-મોન્સૂન કામગીરી થઈ નથી, સ્ટોર્મ વોટર લાઇન નંખાઈ નથી અને દબાણો દૂર થયા નથી જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. જો સત્તાધીશોને ખબર ન પડતી હોય તો વિપક્ષ તરીકે કોંગ્રેસ તેમને બતાવવા તૈયાર છે કે રાજાશાહી વખતના કયા વોંકળા બંધ છે અને ક્યાં દબાણો થયેલા છે. તેમણે અપીલ કરી હતી કે કોર્પોરેટરો મોરબીની પ્રજા સાથે રહે તો જ શહેરનો 100 ટકા સારો વિકાસ થશે.#MorbiUpdate #MorbiNews #MorbiCity #MorbiMonsoon #PushparajsinhJadeja #Congress #BJP #MorbiNagarpalika #GujaratNews #Monsoon2026