મોરબી: મોરબીમાં વસતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના જૂથળ ગામના પાટીદાર પરિવારો દ્વારા વતનપ્રેમ અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મોરબી નિવાસી જૂથળ પાટીદાર ગ્રુપ દ્વારા પોતાના વતન જૂથળ ગામના લોકોને દુઃખની ઘડીમાં ઉપયોગી થવાના હેતુથી એક શાંતિ રથ અર્પણ કરવામાં આવ્યો છે.ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જીવન છે એટલે જન્મ પણ છે અને અંત પણ નિશ્ચિત છે. અંતના સમયે શોકાતુર પરિવારને જે તકલીફ પડે છે તે સમજીને વતન માટે કંઈક એવું કરવાનું વિચાર્યું કે જે લોકોને દુઃખના સમયે સીધું કામ આવે. આ વિચારને અમલમાં મૂકીને આ શાંતિ રથ સમસ્ત જૂથળ ગામને ભેટ આપવામાં આવ્યો છે.'માણસ મટીને માણસની સેવા કરીએ એ જ સાચો ધર્મ છે' તેવી ભાવના સાથે આ નાનકડી સેવા વતનને અર્પણ કરાઈ છે. જ્યારે પણ જૂથળ ગામના કોઈપણ પરિવારને જરૂર પડે ત્યારે આ શાંતિ રથ તેમને ઉપયોગી થાય તેવી ગ્રુપ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Juthal #Junagadh #PatidarGroup #SocialService #ShantiRath #MorbiNews