અતિવરસાદની સ્થિતિને પગલે પાણી ભરાયેલા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવા ખાસ સૂચનામોરબી: મોરબીમાં હાલ ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને નાગરિકોની સુખાકારી માટે તંત્ર અને જનપ્રતિનિધિઓ સક્રિય બન્યા છે. મોરબી સર્કિટ હાઉસ ખાતે તમામ વોર્ડના કોર્પોરેટરો સાથે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા શનિવારે એક અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા જે વિસ્તારોમાં પાણી ભરાયા છે કે અન્ય કોઈ નુકસાન થયું છે, ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા અંગે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી પૂર્વવત થાય તે માટે તંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓ સતત સંપર્કમાં રહીને કાર્યરત છે. પ્રજાની સુરક્ષા અને સુવિધા એ જ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું જણાવી તંત્રને સજ્જ રહેવા તાકીદ કરાઈ હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #KantilalAmrutiya #GujaratRains #Monsoon2026