વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા નાથાભાઇ મૈયાભાઈ મૂંધવા ઉ.55 નામના માલધારી પોતાના ઘેટા બકરા પોતાના ઘર પાસે આવેલ વાડામાં પૂરતા હતા ત્યારે અહીંથી કાર લઈને પસાર થતા આરોપી જયરાજસિંહ બટુકસિંહ ઝાલાએ તું ઘેટા બકરા કેમ ચલાવતો નથી કહી લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.