મહેન્દ્રનગર પાસે મધરાતે 12:12 વાગ્યે કોલ મળતા જ ફાયરની ટીમે દોડી જઈ હોલમેટ્રો સ્પેડરની મદદથી તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યામોરબી : મોરબીમાં ફાયર વિભાગની ટીમે ફરી એકવાર પોતાની ત્વરિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ નાગરતન પ્લાઝાની લિફ્ટમાં મોડી રાત્રે 6 યુવાનો ફસાઈ જતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં મોડી રાત્રે 12:12 વાગ્યે એક ઇમરજન્સી કોલ આવ્યો હતો. જેમાં મહેન્દ્રનગર પાસે આવેલ નાગરતન પ્લાઝામાં લિફ્ટ બંધ પડી જવાના કારણે અંદર લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ કોલ મળતાની સાથે જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયરની ટીમે અત્યાધુનિક હોલમેટ્રો સ્પેડર સાધનનો ઉપયોગ કર્યો હતો. ફાયર જવાનોએ લિફ્ટનો દરવાજો ખોલીને અંદર ફસાયેલા તમામ 6 લોકોને કોઈપણ પ્રકારની ઈજા વિના સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા.રેસ્ક્યુ કરવામાં આવેલા લોકોમાં સચિનસિંહ વાળા, ક્રિપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યસ પટેલ, અનુજ વ્યાસ, વિશ્વરાજસિંહ ડોડીયાનો સમાવેશ થાય છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiFireBrigade #RescueOperation #FireRescue #Mahendranagar #NagratanPlaza #EmergencyRescue