ગુરુ પૂજન, સત્સંગ, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશેમોરબી: મોરબીમાં આવેલા કબીર કુટીર આશ્રમ ખાતે આગામી તારીખ 29/07/2026 ના રોજ બુધવારે ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કરસનદાસ અને લઘુ મહંત દિલીપદાસ દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત આખો દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વણજાર રહેશે. મળતી માહિતી મુજબ તારીખ 29/07/2026 ના રોજ બુધવારે સવારે 9 વાગ્યે ગુરુ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી સત્સંગનો લાભ મળશે. સાંજે 7 વાગ્યે મહા સંધ્યા આરતી અને ત્યારબાદ 7:30 વાગ્યે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવના અંતિમ ચરણમાં રાત્રે 10 વાગ્યે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. આ ડાયરામાં જાણીતા કલાકાર નીતીન શુક્લ તથા સાજીંદા ગ્રુપ તેમજ અન્ય નામી અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે. સર્વે ભાવિક ભક્તોને ગુરુ પૂજન, સત્સંગ, પ્રસાદ અને સંતવાણીનો લ્હાવો લેવા કબીર કુટીર આશ્રમ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GuruPurnima #KabirKutirAshram #Santvani #ReligiousEvent #MorbiEvents