તને રસોઈ બનાવતા નથી આવડતી, તું અમને નથી જોઈતી કહી ત્રાસ ગુજારતા યુવતીએ એસિડ પી લીધું : મહિલા પોલીસ મથકમાં ફરિયાદમોરબી : મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામની વતની યુવતીએ મોરબી ખાતે રહેતા તેણીના જીજાજીના મિત્ર સાથે પ્રેમલગ્ન કરી લીધા બાદ ટંકારા સાસરીમાં રહેવા જતા પતિ સહિતના સાસરિયાઓએ તને રસોઈ બનાવતા નથી આવડતી, તું અમને નથી જોઈતી કહી ત્રાસ ગુજરાવાનું શરૂ કરતા ઘર છોડી નીકળી ગયા બાદ એસિડ ગટગટાવી લેતા હાલ યુવતી બોલવામાં અસમર્થ બની જતા જીવન દુષ્કર બની જતા યુવતીના પિતાએ પતિ પોતાની પુત્રીને એસિડ પીવા મજબુર કરનાર પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ખાતે રહેતા નટવરલાલ દેવશીભાઈ ચોથાણી ઉ.62 નામના વૃધ્ધએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમને સંતાનમાં ત્રણ દીકરી છે જેમાં સૌથી નાની દીકરી પૂજાએ મોરબી રહેતી તેમની મોટી પુત્રીના પતિના મિત્ર એવા આરોપી મંથન જીતેન્દ્રભાઈ ઘેટિયા રહે.હાલ રવાપર ઘુનડા રોડ, મોરબી વાળા સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા.બાદમાં પુત્રી સાથે સંપર્ક ન હતો. જો કે, તેમની દીકરી પૂજાને લગ્ન બાદ તને રસોઈ કરતા નથી આવડતી જેથી હવે તું નથી જોઈતી તેમ કહી પતિ મંથન જીતેન્દ્રભાઈ ઘેટિયા, અવન્તિકાબેન જીતેન્દ્રભાઈ ઘેટિયા, જિજ્ઞાસાબેન જીતેન્દ્રભાઈ ઘેટિયા જીતેન્દ્રભાઈ ઘેટિયા અને રમાબેન જીતેન્દ્રભાઈ ઘેટિયા સહિતના ત્રાસ ગુજારતા હોય પૂજાએ ગત તા.4જુનના રોજ એસિડ પી લીધું હતું.દરમિયાન પૂજાએ એસિડ પી લેતા તેણીના પતિએ ફરિયાદી નટવરભાઈને બનાવની જાણ કરી હોસ્પિટલ બોલાવ્યા હતા.જે બાદ પૂજાને મોરબી, રાજકોટ અને અમદાવાદ સારવારમાં ખસેડેલ હતી.હાલમાં પૂજા બોલી શકતી ન હોવાથી સાસરિયાઓના અમાનુષી ત્રાસ અંગે તેણીના પિતા નટવરભાઈની ફરિયાદના આધારે મહિલા પોલીસે પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.