ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમમાં પાણીની આવક ઘટી, જળસ્તર જાળવી રાખવા અને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા લેવાયો નિર્ણયમોરબી: મોરબી જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં ઉપરવાસમાંથી આવતા પાણીની આવકમાં હવે ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સવારે ડેમના દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા હતા અને પાણીનો જથ્થો 18578 ક્યુસેક હતો. જ્યારે હવે ડેમમાં પાણીની આવક ઘટતાં 8356 ક્યુસેક થયો છે. આવક ઘટવા છતાં ડેમની જળસપાટી જાળવી રાખવા અને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા હાલમાં મચ્છુ 2 ડેમના 4 દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે.ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ઘટતા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક ધીમી પડી છે. તંત્ર દ્વારા ડેમના રૂલ લેવલને ધ્યાનમાં રાખીને દરવાજાની સ્થિતિ એડજસ્ટ કરવામાં આવી રહી છે. હાલમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ડેમની જળસપાટી અને આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે.ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નદીના પટમાં પાણીનો પ્રવાહ ચાલુ છે. આથી, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નીચાણવાળા વિસ્તારના લોકોને નદી કાંઠે ન જવા અને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Machchhu2Dam #MorbiNews #GujaratNews #Monsoon #MorbiWeather