સાંસદ દ્વારા ફાળવવામાં આવેલી 4.50 લાખની ગ્રાન્ટમાંથી કામ પૂર્ણ થતા શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાની રાતીદેવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળાના સુચારુ સંચાલન માટે અત્યંત જરૂરી એવી કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.શાળાની આ પ્રાથમિક અને મહત્વની જરૂરિયાતને ધ્યાને લઈ રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી રૂપિયા 4,50,000 ની માતબર રકમ ફાળવવામાં આવી હતી. ગ્રાન્ટ મંજૂર થતાં જ કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું છે.શાળામાં કમ્પાઉન્ડ વોલ બની જવાથી હવે નાના ભૂલકાંઓ માટે એક સંપૂર્ણ સુરક્ષિત, સુસજ્જ અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ ઊભું થયું છે. શિક્ષણ ક્ષેત્રે તથા ગામડાની શાળાના વિકાસમાં આ પ્રશંસનીય અને સરાહનીય યોગદાન બદલ રાતીદેવડી પ્રાથમિક શાળાના આચાર્ય, સમસ્ત શિક્ષક પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #Ratidevadi #SchoolDevelopment #Education