મચ્છુ નદી બે કાંઠે વહી : તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સુરક્ષા જવાનોને તૈનાત કરાયામોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતા આજે વહેલી સવારે 4:00 વાગ્યે ડેમના 4 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. જેથી બેઠા પુલ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે.નદીમાં પાણીનું સ્તર વધતા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મોરબીનો બેઠો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. પુલ પરથી પસાર થતા વાહનવ્યવહારને અટકાવવા માટે ત્યાં આડસ મૂકી દેવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવાયા છે. નદીકાંઠાના વિસ્તારોમાં પણ સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે.#Morbi #MachchhuDam #MorbiNews #GujaratMonsoon #BethoPul #MorbiUpdate