ખાડાના કારણે મોત થશે તો માનવ વધનો ગુન્હો દાખલ કરવાની મહેશ રાજકોટિયાની ચીમકી: વાહનચાલકો અને જનતા હેરાન પરેશાનમોરબી : મોરબી અને રાજકોટને જોડતો સ્ટેટ હાઇવે અત્યંત બિસ્માર હાલતમાં છે અને રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય ઊભું થયું છે. ખાસ કરીને લજાઈથી વીરપર વચ્ચેનો 3 કિમીનો પટ્ટો મોતનો ખાડો બની ગયો છે. રોજ અહીં બાઈક સ્લીપ થાય છે, ગાડીઓના ટાયર ફાટે છે અને નાના-મોટા અકસ્માતો સર્જાય છે.બે મોટા ઔદ્યોગિક શહેરોને જોડતો મુખ્ય રસ્તો ખાડામાં ધકેલાઈ ગયો છે. રોજ હજારો વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ અને ખેડૂતો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. રસ્તાની આ અત્યંત દયનીય અને બદતર સ્થિતિના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ ગંભીર સમસ્યાને લઈને ખેડૂત નેતા અને અગ્રણી મહેશ રાજકોટિયાએ ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શરમ આવે છે આવી સરકાર અને તંત્રની બેદરકારી પર, લોકોના જીવ સાથે ખેલ થઈ રહ્યો છે. આખા મોરબી-રાજકોટ હાઇવે પર ખાડા જ ખાડા છે, જે સરકારની 30 વર્ષની નિષ્ફળતાના પ્રતીક સમાન છે.તેમણે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપતા રજૂઆતમાં જણાવ્યું છે કે, જો આ ખાડાના કારણે કોઈપણ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થશે, તો જવાબદાર અધિકારીઓ અને સરકાર સામે IPC કલમ 304 હેઠળ માનવ વધનો ગુન્હો દાખલ કરવામાં આવશે. જનતાના ટેક્સના પૈસાથી રસ્તા ન બને અને લોકો મરે તો જવાબદાર કોણ? તેવો સવાલ ઉઠાવીને તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.મુખ્ય માંગણીઓ 1. આખા મોરબી-રાજકોટ હાઇવેનું 7 દિવસની અંદર રી-સર્ફેસિંગ શરૂ કરવામાં આવે. 2. લજાઈ-વીરપર સહિતની જોખમી જગ્યાએ તાત્કાલિક પેચવર્ક કરી સલામતી સુનિશ્ચિત કરવામાં આવે. 3. આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક સસ્પેન્શન અને કાર્યવાહી કરવામાં આવે.#Morbi #RajkotHighway #MorbiUpdates #MorbiNews #GujaratRoads #Potholes #PublicSafety #MaheshRajkotia