મોરબી : મોરબીના લાતી પ્લોટ-7 વિસ્તારમાં લાંબા સમયથી ખરાબ રસ્તાઓને કારણે સ્થાનિકો પરેશાન હતા. લોકોની વારંવારની રજૂઆતો બાદ, આખરે આજે પ્રશાસન દ્વારા રસ્તો સમથળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક જેસીબી મશીન મોકલવામાં આવ્યું હતું. પરંતુ, રસ્તાની હાલત એટલી બદતર હતી કે કામ શરૂ થતાની સાથે જ જેસીબી પોતે જ કાદવમાં ખૂંપી ગયું હતું. જેસીબીના પાછળનું મોટું ટાયર કાદવમાં ઊંડું ફસાઈ ગયું હતું. જેથી રસ્તો બનાવવાની કામગીરી અટકી પડી હતી.