છેલ્લા 24 કલાકથી ફસાયેલી બસને બહાર કાઢવામાં તંત્ર નિષ્ફળ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયાએ કર્યા આકરા પ્રહારમોરબી: માળિયા (મીયાણા) તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે જૂના ઘાટીલા ગામ નજીક એક ST બસ પાણી ભરેલા ખાડામાં ફસાઈ જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ બસ ગઈકાલથી પાણીમાં ફસાયેલી હાલતમાં છે. છેલ્લા 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બસને બહાર કાઢવા માટે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી, જે તંત્રની કામગીરીની પોલ ખોલે છે.તંત્રની આ ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે માળિયા (મીયાણા) તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયાએ આકરા પ્રહારો કર્યા છે. તેઓએ વહીવટી તંત્ર પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, બસ આટલા સમયથી ફસાયેલી હોવા છતાં જવાબદાર અધિકારીઓ હજુ કોઈ નક્કર પગલાં ભરી રહ્યા નથી. તંત્રની આ ઢીલી નીતિના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે બસને બહાર કાઢવામાં આવે તેવી માંગ ઉઠી છે.#Morbi #Maliya #JunaGhatila #STBus #GujaratSTBus #MorbiUpdate #MorbiNews #Monsoon2026