મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગરમાં રહેતા વસરામભા હરદાસભા ગઢવી નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર લોખંડના એન્ગલ સાથે કેબલ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.