ધવલભાઈ ફેફર (AXOLI) અને સદ્ભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી પ્રકૃતિ પ્રેમીઓ માટે 28 થી 30 જુલાઈ સુધી ત્રિ-દિવસીય ભવ્ય આયોજનમોરબી : મોરબી જિલ્લાને હરિયાળો અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. ધ્યાના રવિભાઈ ફેફરના સ્મરણાર્થે, ધવલભાઈ પ્રભુભાઈ ફેફર (AXOLI) દ્વારા સદ્ભાવના વૃદ્ધાશ્રમના સહકારથી મોરબીના પ્રકૃતિ પ્રેમી લોકો માટે 11,111 મોટા વૃક્ષો તથા તેના જતન માટે પાંજરાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે.આ કાર્યક્રમ સળંગ 3 દિવસ ચાલશે. મોરબી જિલ્લાના તમામ નાગરિકોને આ સોનેરી તકનો લાભ લેવા અને પર્યાવરણ બચાવવાની આ ઝુંબેશમાં સહભાગી થવા ધવલભાઈ પ્રભુભાઈ ફેફર અને AXOLI FOUNDATION દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વિતરણ તારીખ 28, 29 અને 30 જુલાઈ (3 દિવસ) બપોરે 2 કલાકથી સાંજના 7 વાગ્યા સુધી AXOLI FOUNDATION, ભરતવન પાર્ટી પ્લોટની બાજુમાં, 8-A N.H., મોરબી-2 ખાતે કરવામાં આવશે. વધુ માહિતી માટે પ્રકાશભાઈ કણસાગરા- 98253 27424, હરેશભાઈ શિરવી-97278 95100, રાજુભાઈ ડઢાણીયા- 98790 10584, જયદીપ સંઘાણી-96382 25985નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #GreenMorbi #TreeDistribution #SaveEnvironment #AxoliFoundation #SadbhavanaVrudhashram #MorbiNews