ચાલુ વરસાદે ભક્તોએ ઉત્સાહભેર રથ ખેંચી ધન્યતા અનુભવી, 56 ભોગ અને મહાપ્રસાદનું વિતરણ કરાયુંમોરબી : મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ભગવાન જગન્નાથજીની રિટર્ન રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. કરૂણામય ભગવાન શ્રી જગન્નાથજી ચાલુ વરસાદે રથ પર બિરાજમાન થઈ મોરબીવાસીઓ પર કૃપા દ્રષ્ટિ કરી હતી.ચાલુ વર્ષા અને વરસાદી માહોલ વચ્ચે યોજાયેલી આ રથયાત્રા દરમિયાન મોરબીના અનેક ભક્તોએ ભગવાનના રથની રસી ખેંચીને દર્શનનો લ્હાવો લીધો હતો. આ રથયાત્રામાં ઇસ્કોન અમદાવાદ અને ઇસ્કોન ભુજના પ્રેસિડન્ટ કલાનાથ ચૈતન્ય પ્રભુજી ભક્તો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને મહા હરિનામ સંકીર્તન કરાવવાની સાથે શ્રી જગન્નાથ રથયાત્રાની કથાનું મોરબીવાસીઓને રસપાન કરાવ્યું હતું.રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીને 56 ભોગ લગાવવામાં આવ્યા હતા. તેમજ 500 kg ગુંદી પ્રસાદ અને 200 kg શીરો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને અંતે મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. આ રથયાત્રામાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પણ જોડાયા હતા અને સનાતન પરંપરાને ગામડે-ગામડે સુધી પહોંચાડવા માટે સહયોગી બન્યા હતા.આ રથયાત્રાને સફળ બનાવવા માટે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર - મોરબી દ્વારા સેવામાં પધારેલા સર્વે લોકો, પોલીસ કર્મચારીઓ, યુવાશક્તિ ગ્રુપ-મોરબી, તમામ ઇ-ન્યૂઝ ચેનલ (જેમના થકી સર્વે લોકો આ રથયાત્રાનો લ્હાવો લઈ શક્યા) તેમજ આ રથયાત્રાના તમામ સહયોગી જનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.#Morbi #JagannathYatra #HareKrishnaSatsangKendra #MorbiUpdates #GujaratNews #SanatanDharma