કિરણ જનરેટર અને ક્રેનવાળા રણછોડભાઈ સંઘાણી દ્વારા સેવાકાર્ય હાથ ધરાયુંમોરબી : મોરબી અને આસપાસના પંથકમાં વરસાદી માહોલ વચ્ચે અનેક સેવાભાવી લોકો જરૂરિયાતમંદોની મદદે આવી રહ્યા છે. મોરબી નજીક આવેલા ઘૂંટુ ગામે વરસાદી વાતાવરણને કારણે ખેતમજૂરોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, જેમાં શ્રમિકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, 25 જુલાઈ ને શનિવારના રોજ એકાદશીના પવિત્ર દિવસે કિરણ જનરેટર અને ક્રેનવાળા રણછોડભાઈ મગનભાઈ સંઘાણી દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. તેઓ અને અન્ય સેવાભાવી લોકો દ્વારા જાતે જ ખાદ્યસામગ્રીના પેકિંગ કરીને ખેતમજૂરો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. વરસાદના કારણે કામકાજ પ્રભાવિત થતા આ ફૂડ પેકેટ વિતરણથી અનેક શ્રમિક પરિવારોને મોટી રાહત મળી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Ghuntu #FoodDistribution #RainySeason #SocialWork