નીટ પેપેરલીક વિવાદ આંદોલનને પગલે વડાપ્રધાનને સોંપ્યું રાજીનામુંનવી દિલ્હી : નીટ પેપરલીક મુદ્દે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા આંદોલન હવે દેશવ્યાપી બન્યું છે ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ પાર અડગ રહેતા અંતે મોદી સરકારને બેકફૂટ પર જવું પડ્યું છે. આજે દિલ્હી ખાતે સીજેપી અને સરકાર સાથે ત્રીજા તબક્કાની વાટાઘાટો થાય તે પૂર્વે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ પરીક્ષા વિવાદ અને દેશભરમાં ચાલી રહેલા આંદોલનો વચ્ચે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામુ વડાપ્રધાનને મોકલી આપ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાનને સોંપેલા રાજીનામાં લખ્યું છે કે, 3 મે 2026 ના રોજ લેવાયેલી મેડિકલ પ્રેવશ માટેની નીટ યુજી પરીક્ષામાં અનિયમિતતા સામે આવ્યા બાદ સરકારે તુરંત પગલાં લઈ તપાસ સીબીઆઈને સોંપી હતી અને પરીક્ષા રદ્દ કરી હતી. ત્યારબાદ 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે 21 જૂન 2026 ના રોજ ફરીથી સફળતાપૂર્વક પરીક્ષા યોજવામાં આવી હતી. આવતા વર્ષથી આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ મોડમાં લેવાનો નિર્ણય પણ લેવાયો છે.વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે પ્રથમ દિવસથી જ તેમણે જવાબદારી સ્વીકારી હતી અને કોઈ તેજસ્વી વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય તે તેમનો સંકલ્પ હતો. 16 જુલાઈએ પરિણામો સંતોષજનક રહ્યા હોવા છતાં, કેટલાક જવાબદાર પદો પર બેઠેલા લોકોએ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો અને અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી તેઓ અત્યંત વ્યથિત થયા છે. તેઓએ રાજીનામાના કારણો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસના ઘટનાક્રમથી તેઓ દુઃખી છે. સાથે જ તેમને રાજીનામાં પત્રમાં જણાવ્યું હતું કે, જંતર-મંતર અને દેશમાં બનેલી સ્થિતિનો રાષ્ટ્રવિરોધી તાકાતો ગેરલાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ કાનૂની ગૂંચવણોમાં ફસાવાને બદલે પોતાના અભ્યાસ અને કરિયર પર ધ્યાન આપી શકે, તે વિચાર સાથે તેમણે રાજીનામું આપ્યું છે.અંતમાં, તેમણે વડાપ્રધાનના માર્ગદર્શન, સહયોગીઓ અને અધિકારીઓનો આભાર માનીને ભવિષ્યમાં પણ રાષ્ટ્રસેવા અને ઓડિશાની જનતા માટે સમર્પિત રહેવાની ભાવના વ્યક્ત કરી હતી.