18 વીઘા જમીનમાંથી 4 વીઘામાં વાવેલા શાકભાજી અને સરગવાનો પાક પાણીમાં ગરકાવ, 3 થી 4 વીઘા જમીનનું ભારે ધોવાણમોરબી : મોરબી નજીક આવેલા લખધીરપુર પાસે ગઈકાલે બપોરે કેનાલમાં મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. કેનાલની દિવાલ તૂટવાને કારણે ધસમસતા પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા. આ ઘટનામાં કેનાલ નજીક આવેલી ખેડૂતની વાડીમાં પાણી ઘૂસી જતા પાકને ભારે નુકસાન થયું છે.શાકભાજી અને સરગવાનો પાક ડૂબ્યોખેડૂત દેવજીભાઈ ગંગારામના જણાવ્યા અનુસાર, કેનાલ તૂટતા પાણી સીધું જ તેમની વાડીમાં ઘૂસી ગયું હતું. તેમના પિતા ગંગારામ મૂળજીના નામની કુલ 18 વીઘા ખેતીલાયક જમીન આવેલી છે. જેમાંથી 4 વીઘા જમીનમાં બકાલું એટલે કે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. કેનાલના પાણી ખેતરમાં ભરાઈ જતા ગલકા, દૂધી, કાકડી અને ઘિસોડા સહિતનો શાકભાજીનો પાક તેમજ સરગવાનો ઊભો પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જવાથી નષ્ટ થઈ ગયો છે.જમીનનું મોટા પાયે ધોવાણપાક ડૂબી જવાની સાથે સાથે ખેતરની ફળદ્રુપ જમીનનું પણ મોટા પાયે ધોવાણ થયું છે. ખેડૂતના અંદાજ મુજબ આશરે 3 થી 4 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે. કેનાલ જે તરફ તૂટી તે બાજુ માત્ર દેવજીભાઈનું ખેતર આવેલું હોવાથી આસપાસના અન્ય કોઈ ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયું નથી, પરંતુ કેનાલના પાણી એક જ ખેતરમાં વહેતા આ ખેડૂતને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #Lakhdhirpur #CanalBreach #Farmers #CropDamage #Morbi #GujaratNews