દર વર્ષની પરંપરા મુજબ સમસ્ત ગામના સહયોગથી સવારે 7 થી રાત્રે 12 વાગ્યા સુધી ધૂન ચાલશે મોરબી : મોરબીના વાંકડા ગામે આવેલ નવા રામજી મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આજે દેવપોઢી અગિયારસના પાવન અવસરે સમસ્ત ગ્રામજનો દ્વારા ભક્તિભાવપૂર્વક ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.આજ રોજ દેવપોઢી અગિયારસ નિમિત્તે વાંકડા ખાતેના નવા રામજી મંદિરે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી આ ધૂન રાત્રિના 12 વાગ્યા સુધી અવિરત ચાલશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના અબાલવૃદ્ધ સહિતના સમસ્ત ગ્રામજનો ઉત્સાહભેર જોડાઈને ભક્તિના રંગે રંગાયા છે. #Vankada #RamjiMandir #DevpodhiEkadashi #MorbiUpdate #Bhakti #GujaratiNews #VankadaNews