9 ઓગસ્ટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ (સમરસ) અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાશેમોરબી : સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ - મોરબીના ટ્રસ્ટી સ્વ. રમેશભાઈ ગાંડુભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ સમરસ ટ્રસ્ટ તથા સિવિલ હોસ્પિટલ - મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજાવા જઈ રહ્યો છે.આ રક્તદાન કેમ્પ આગામી તારીખ 09/08/2026 ના રોજ સવારે 9 થી બપોરે 2 કલાક દરમિયાન યોજાશે. રક્તદાન કેમ્પનું સ્થળ સમરસ વિદ્યાર્થી ભવન, રવાપર - લીલાપર કેનાલ રોડ, મોરબી રાખવામાં આવ્યું છે.સ્વ. રમેશભાઈ અજાણા આ ટ્રસ્ટના સમર્પિત ટ્રસ્ટી તરીકે સમાજની સેવા અને વિકાસ માટે હંમેશા કાર્યરત રહ્યા હતા. આયોજક સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ - મોરબી દ્વારા સમાજના દરેક આગેવાન, યુવાનો અને બહેનોને વિનંતી કરવામાં આવી છે કે વધારે સંખ્યામાં રક્તદાન કરીને આ પુણ્ય કાર્યમાં જોડાય અને સ્વ. રમેશભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરે.#Morbi #MorbiUpdate #BloodDonation #SamrasTrust #RabariSamaj #SocialService #BloodDonationCamp #MorbiNews