વરસાદી પાણી સાથે ઘરગથ્થુ ગટરનું પાણી ભળે છે, જેમાં ડિટર્જન્ટનો મોટો ભાગ હોય, આ પાણીમાં પછડાટને કારણે ફીણ ઉત્પન્ન થાય છે : જીપીસીબીના અધિકારીનો દાવોમોરબી : મોરબીના મચ્છુ 3 ડેમમાંથી છોડાયેલા પાણીમાં અનેક જગ્યાએ ફીણ જોવા મળ્યા હતા. કોઈએ કેમિકલનો નિકાલ કર્યો હોય, જે પાણીમાં ભળતા ફીણ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની તપાસ કરી એવું જાહેર કર્યું છે કે આ ફીણ કોઈ કેમિકલને કારણે ઉદ્દભવ્યા નથી. ફીણ કેવી રીતે ઉત્પન્ન થાય છે?જીપીસીબીના અધિકારી સંજય માલસાતરે એવો દાવો કર્યો છે કે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી સાથે ઘરગથ્થુ ગટરનું પાણી ભળે છે, જેમાં ડિટર્જન્ટનો મોટો ભાગ હોય છે. જ્યારે આ પાણી ચેકડેમ કે ઊંચાઈ પરથી નીચે પડે છે, ત્યારે પાણીની પછડાટને કારણે ડિટર્જન્ટમાં રહેલા તત્વો મોટા પ્રમાણમાં ફીણ ઉત્પન્ન કરે છે. ડેમ પાસે આવેલી વેલના કારણે આ ફીણ આગળ વહી શકતા નથી અને ત્યાં જ જમા થવાથી મોટા ફુગ્ગા કે પર્વત જેવો આકાર ધારણ કરે છે.મહેન્દ્રનગર STP અને બેઠા પુલની સ્થિતિઅધિકારીના જણાવ્યા અનુસાર તેઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મહેન્દ્રનગર ખાતે આવેલ STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ની પણ મુલાકાત લેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે ત્યાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ ચાલતી ન હતી. આથી ડિટર્જન્ટવાળું ગંદુ પાણી સીધું જ પ્રવાહમાં ભળી રહ્યું છે. આ ઉપરાંત, બેઠા પુલ નીચે આવેલા મોટા ગરનાળામાંથી પણ મોરબી શહેરનું ગટરનું પાણી સીધેસીધું વહી રહ્યું છે.કલેક્ટરને સોંપાયો રિપોર્ટઆ સમગ્ર મામલે તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને તેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કલેક્ટરને પણ આ અંગે ટેલિફોનિક અને સત્તાવાર જાણ કરવામાં આવી છે તથા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આમાં કોઈ કેમિકલયુક્ત પાણી નથી, માત્ર ડિટર્જન્ટ અને પછડાટને કારણે જ ફીણની સમસ્યા સર્જાઈ છે.#Morbi #MorbiUpdate #Machchhu3 #MorbiNews #GujaratNews #Monsoon #WaterUpdate