30 જુલાઈના રોજ મોરબી જિલ્લા સહકારી પરિવાર અને સર્વ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાશેટંકારા : ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લા સહકારી પરિવાર તેમજ સર્વ સમાજના સંયુક્ત ઉપક્રમે આ મહા રક્તદાન કેમ્પ આગામી તારીખ 30-07-2026 ને ગુરુવારના રોજ યોજાશે. આ કેમ્પ કડવા પાટીદાર સમાજ વાડી, જામનગર હાઇવેની બાજુમાં, લતીપર રોડ, મુ. કલ્યાણપર, તા. ટંકારા ખાતે બપોરે 2 થી સાંજે 6 કલાક સુધી યોજવામાં આવશે.રક્તદાન એ જ મહાદાનના મંત્રને સાર્થક કરવા અને અજેય ખેડૂત નેતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજકો દ્વારા મોરબી જિલ્લા અને ટંકારા પંથકના લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. સર્વ સમાજના લોકો આ સેવાકીય કાર્યમાં જોડાઈને રક્તદાન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવશે.#Morbi #Tankara #Kalyanpar #BloodDonation #VitthalbhaiRadadiya #JayeshbhaiRadadiya #MorbiUpdate #MorbiNews #BloodDonationCamp #SocialWork