મોરબી : મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલ લોરીસન સિરામિક ફેકટરીમાં રહેતા અને અહીં જ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની માયાબેન કૃણાલ ઉર્ફે કુંદન ઉર્ફે બડવા બીજેશીંગ મોહરે ઉ.35 નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર લેબર કોલોનીમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.