અનેક વાહનો બંધ પડ્યા, થોડી વાર માટે ભારે ટ્રાફિક સર્જાયોમોરબી : મોરબીમાં આજે સવારે 11 વાગ્યા બાદ વરસાદનું જોર વધ્યું હતું. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. સરદાર બાગ પાસેના મુખ્ય રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. આ રોડ ઉપર અંદાજે 200 મીટર વિસ્તારમાં વધુ પાણી ભરાયું છે. રોડ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો માટે ત્યાંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું હતું. ભરાયેલા પાણીમાંથી પસાર થવા દરમિયાન અનેક વાહનોના સાયલેન્સરમાં પાણી ઘૂસી ગયું હતું, જેના કારણે વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા. વાહનો બંધ પડી જવાના કારણે સરદાર બાગ રોડ પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. બપોરના સમયે શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને રાહદારીઓને આ ભરાયેલા પાણીમાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. #Morbi #MorbiUpdate #MorbiRain #SardarBaug #TrafficJam #MorbiNews #GujaratRain