સગીરોએ મોરબી અને ગારીયાધારમાંથી આ બાઇક ચોરી કર્યા હોવાનું સામે આવ્યુંવાંકાનેર: વાંકાનેરમાં વૃદ્ધ સાથે થયેલ લૂંટના કેસમાં પોલીસે ત્રણ સગીરોને ઝડપી લીધા હતા. ત્યારે તેમની પાસેથી મળેલા બે બાઇક અંગે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આ બાઇક મોરબી અને ગારિયાધારમાંથી ચોરી થયા હોવાનું ખુલ્યું છે.મળતી માહિતી મુજબ, વાંકાનેર શહેરમાં બનેલ લૂંટના ગુનાની તપાસ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા 3 કિશોરોને હસ્તગત કરવામાં આવ્યા હતા. તેમની પાસે મળી આવેલા બે મોટરસાઇકલના રજીસ્ટ્રેશન અને ચેસીસ નંબર પોકેટ કોપ એપની મદદથી સર્ચ કરીને ત્યારબાદ સગીરાઓને પૂછપરછ કરતા આ બાઇક ભાવનગર જિલ્લાના ગારીયાધાર પાસેના ગામમાંથી તેમજ મોરબી શહેરના શનાળા નજીકથી ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી.કબ્જે કરેલ મુદ્દામાલ: • હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ (રજી. નં. GJ-36-AE-8015) - કિંમત રૂ. 30,000 • હીરો એચ.એફ.ડીલક્સ મોટરસાઇકલ (ચેસીસ નંબર MBLHAW149N5C07861) - કિંમત રૂ. 30,000• કુલ કબ્જે કરેલ મુદ્દામાલ: રૂ. 60,000કામગીરી કરનાર ટીમ:આ કામગીરી પ્રો.પોલીસ ઇન્સ્પેક્ટર પર્વતકુમારી આર.સોલંકી, એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. રાણીંગભાઇ ભવડ, હિતેન્દ્રસિંહ ઝાલા, દર્શિતભાઇ વ્યાસ અને જગદીશભાઇ રંગપરા દ્વારા કરવામાં આવી હતી.#Wankaner #Morbi #MorbiUpdate #WankanerPolice #MorbiPolice #BikeTheft #CrimeNews #PocketCop #MorbiNews