ગટર લાઈન નાખ્યા બાદ યોગ્ય બુરાણ કર્યા વગર માત્ર માટી નાખી દેવાતા સર્જાઈ સમસ્યા મોરબી : મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ રોડ પર ભૂગર્ભ ગટરની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ગટર લાઈન નાખ્યા બાદ યોગ્ય બુરાણ ન થતાં રસ્તા પરથી પસાર થતો એક ટ્રક ફસાઈ ગયો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું યોગ્ય રીતે પેચવર્ક કરવાને બદલે માત્ર માટી નાખીને સંતોષ માની લેવામાં આવ્યો છે. જેના પરિણામે સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર માટીથી બુરાણ કરવામાં આવ્યું હોવાથી રસ્તો બેસી ગયો છે અને આજે એક ભારેખમ ટ્રક તેમાં ફસાઈ જતા સમસ્યા સર્જાઈ હતી. કોન્ટ્રાક્ટરની આવી ગંભીર બેદરકારીની સજા સામાન્ય નાગરિકો ભોગવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને રસ્તાનું સત્વરે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PublicIssue #RoadSafety #TrafficProblem #GujaratNews