સામાકાંઠે ઋષિકેશ વિદ્યાલય પાસેની ઘટના : ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જાતે બસ ચલાવી સુરક્ષિત બહાર કાઢીમોરબી: મોરબીમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સામા કાંઠા વિસ્તારમાં આવેલા ઋષિકેશ વિદ્યાલય પાસે રોડ પર ભારે પાણી ભરાઈ જવાના કારણે એલીટ સ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ ફસાઈ ગઈ હતી. બસ પાણીમાંથી બહાર નીકળી શકે તેમ ન હોવાથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકી ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે પોતે બસ ચલાવીને પાણીમાંથી બસને સુરક્ષિત રીતે બહાર કાઢી શોભેશ્વર રોડ સુધી પહોંચાડી હતી. બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ વેળાએ સ્થાનિકોએ પણ સહયોગ આપ્યો હતો. મહેન્દ્રનગર પાસે પાણીમાં ફસાયેલી વિદ્યાર્થીનીને સુરક્ષિત ઘરે પહોંચાડાઈઆ ઉપરાંત, મહેન્દ્રનગર પાસે આવેલા સીએનજી પંપ નજીક પણ રોડ પર પાણી ભરાઈ જતાં એક વિદ્યાર્થીની ફસાઈ ગઈ હતી. રસ્તા પર પાણીનું સ્તર વધુ હોવાથી બાળકી જાતે નીકળી શકે તેમ ન હતી. આ અંગે જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી વિદ્યાર્થીનીને પાણીમાંથી સલામત રીતે બહાર કાઢીને તેના ઘરે પહોંચાડવાની કામગીરી કરી હતી. #Morbi #MorbiUpdate #MorbiRain #MorbiFireBrigade #RescueOperation #MorbiNews #GujaratRain