ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા નેશનલ હાઇવે તરફથી વૈકલ્પિક માર્ગ શરૂ કરાયો, વાહનચાલકોને સાવચેત રહેવા અપીલમોરબી : મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. મોરબી નજીક ધરમપુર-ટીંબડી બ્રિજનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે. આ કામગીરી દરમિયાન બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે. પાણીનો ભારે પ્રવાહ શરૂ થતાં સાવચેતીના ભાગરૂપે આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.નાગરિકો અને વાહનચાલકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી તંત્ર દ્વારા નેશનલ હાઇવે તરફથી વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ પૂરો પાડવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા, બંધ કરાયેલા માર્ગ પર કોઈ પણ પ્રકારનું સાહસ ન કરવા અને માત્ર નેશનલ હાઇવે તરફ અપાયેલા નિર્ધારિત ડાયવર્ઝનનો જ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RainUpdate #GujaratRain #HighwayDiversion #TrafficUpdate #Monsoon2026 #DharampurTimbdiBridge