મોરબી: મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે હળવદથી સરા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે. પરિણામે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતી અર્થે સાવચેતીના ભાગરૂપે આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.વૈકલ્પિક માર્ગની વ્યવસ્થાવાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા હળવદથી કડિયાણા થઈને સરા તરફ જવાનો વૈકલ્પિક માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.તંત્ર દ્વારા નાગરિકો માટે ખાસ અપીલજિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, પાણીના વહેણવાળા બંધ રસ્તા પર સાહસ ન કરવા અને તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #Halvad #SaraRoad #RainUpdate #MorbiNews #GujaratMonsoon