પાણીના પ્રવાહમાં એક વાહન તણાયુ : કોઝવેની બન્ને બાજુ વાહનોની કતારોમોરબી: ભારે વરસાદને પગલે સરતાનપર રોડ પર સેન્સો ચોકડી આગળ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહી આવેલ કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.મળતી માહિતી મુજબ, સેન્સો ચોકડીથી આગળ તરફ જતા માર્ગ પર આવેલ કોઝવે પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેમાં એક વાહન પસાર થવા જતા તણાઈ ગયું હતું. આ વાહન પાણીના વહેણમાં ખેંચાઈને સાઈડમાં આવેલા વોંકળામાં ફસાઈ ગયુ હતું. આ ઘટનાની જાણ થતાં જ જેસીબીની મદદથી ફસાયેલ વાહનને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. #Wankaner #SartanparRoad #SensoChowkdi #MonsoonUpdate #HeavyRain #WaterLogging #CarSweptAway #MorbiUpdates #GujaratRain #MorbiNews