સ્થાનિકોનો મહાપાલિકા પર રોષ: દર ચોમાસામાં સમસ્યા સર્જાતી હોવા છતાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવમોરબી : મોરબી શહેરમાં વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. મોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલી શાંતિવન સ્કૂલ પાસે વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અંદાજે 60 જેટલા ઘરો આવેલા છે. થોડા એવા વરસાદમાં આ તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આજે પણ વરસાદનાં કારણે અમુક ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને ઘરમાં રહેલો સામાન પલળી ગયો છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ કોઈ નવી સમસ્યા નથી, પરંતુ દર ચોમાસામાં અહીં આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ઘરોમાં પાણી ઘૂસી જાય છે. મહાનગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા દર વર્ષે સ્થાનિકોને આ હાલાકી વેઠવાનો વારો આવે છે.વહેલી તકે પાલિકા તંત્ર જાગે અને આ વિસ્તારમાં કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiRain #Ranchhodnagar #Monsoon2026 #Waterlogging #MorbiNews #GujaratRain