ડેમમાં પાણીની આવક વધીને 49398 ક્યુસેક થઈ, નદીના પટમાં ન જવા ચેતવણી જાહેરમોરબી : જોધપર ગામ પાસે આવેલ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ છે. આજે સવારે ડેમ 40% ભરાયેલો હતો. ત્યારબાદ સાંજે 54% ભરાઈ ગયો હતો. અત્યારે રાત્રીના ડેમ સંગ્રહશક્તિના 70% ભરાઈ ગયો છે. વરસાદના એક જ રાઉન્ડમાં ડેમમાં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહ થઈ ગયો છે. આજે રાત્રીના 9 કલાકે સેક્શન ઓફિસર બી.સી. પનારા દ્વારા જારી કરવામાં આવેલ સ્થિતિ મુજબ, મચ્છુ-2 ડેમની ભરપુર સપાટી 187.94 ફૂટ છે જેની સામે હાલની સપાટી 182.91 ફૂટ પર પહોંચી ગઈ છે અને ડેમમાં હાલ 49398 ક્યુસેક પાણીનો ઈનફ્લો ચાલુ છે. ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, પોતાની માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા અને ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Machhu2Dam #MachhuDam #Monsoon2026 #MorbiNews #Maliya #GujaratRain #DamAlert #WeatherUpdate #MorbiTaluka