મૂળ નારણકા ગામના વતની અનિલભાઈ મોરડીયાની રાજકોટ કોર્પોરેટ ઓફિસ ખાતે બઢતી થઈ મોરબી : મોરબી પીજીવીસીએલ (PGVCL) ની કચેરીમાં બાંધકામ વિભાગમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા અનિલભાઈ મોરડીયાને બઢતી આપવામાં આવી છે. તેઓને પ્રમોશન આપીને રાજકોટ કોર્પોરેટ ઓફિસ ખાતે કાર્યપાલક ઈજનેર તરીકે નિમણૂક આપવામાં આવી છે.મૂળ મોરબી તાલુકાના નારણકા ગામના વતની અનિલભાઈ મોરડીયાએ પોતાની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. હવે તેઓને રાજકોટ કોર્પોરેટ ઓફિસ ખાતે કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી મળતા તેઓએ નારણકા ગામ તેમજ સમગ્ર મોરબી પંથકનું ગૌરવ વધાર્યું છે. તેઓની આ જ્વલંત સિદ્ધિ બદલ પરિવારજનો, મિત્રો અને સ્ટાફગણ દ્વારા તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PGVCL #Naranka #Rajkot #Promotion