ટંકારા મામલતદાર કચેરી ખાતે 51 mm, મિતાણા ડેમી 1 માં 60 mm અને બંગાવડી ડેમમાં 62 mm વરસાદ નોંધાયોટંકારા : ટંકારા તાલુકાના તમામ વિસ્તારોમાં ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગત રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને મન મૂકીને વરસી પડ્યા હતા. તાલુકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 1 ઇંચથી લઈને 2.5 ઇંચ સુધીનો સારો વરસાદ નોંધાયો છે.રાત્રિ દરમિયાન પડેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, ટંકારા શહેરમાં મામલતદાર કચેરી ખાતે 51 mm વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાલુકાના વિવિધ ડેમ વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી છે. જેમાં મિતાણા ડેમી 1 માં 60 mm, ડેમી 2 રાજાવડમાં 35 mm, ડેમી 3 ગજડીમાં 25 mm અને બંગાવડી ડેમમાં 62 mm વરસાદ નોંધાયો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #RainfallUpdate #Monsoon2026 #TankaraWeather #GujaratRain