ગત રાત્રીના 11 વાગ્યાથી શરૂ થયેલ મેઘસવારી આજે બપોર સુધી યથાવત : માળિયા 4 ઇંચ, વાંકાનેરમાં સવા ત્રણ ઇંચ, હળવદમાં પોણા ત્રણ ઇંચ અને ટંકારા અઢી ઇચ વરસાદ પડ્યોમોરબી : મોરબી જીલ્લામાં અંતે મેઘરાજા મહેરબાન થતા સારો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મોરબીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 16 કલાકમાં મોરબીમાં સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. જેને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. જનજીવનને પણ ભારે અસર પહોંચી છે. મોરબી જિલ્લામાં ગત રાત્રીના 11 વાગ્યા આસપાસ મોટાભાગના વિસ્તારોમાં મેઘસવારી આવી પહોંચી હતી. ત્યારથી લઈ આજે બપોર સુધી મેઘસવારી અવિરત રહી છે. સરકારી ચોપડે નોંધાયેલા વરસાદ મુજબ ગત રાત્રીના 10 વાગ્યાથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 16 કલાક દરમિયાન મોરબીમાં સવા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માળિયા 4 ઇંચ, વાંકાનેરમાં સવા ત્રણ ઇંચ, હળવદમાં પોણા ત્રણ ઇંચ અને ટંકારા અઢી ઇચ વરસાદ પડ્યો છે.ગત રાત્રે 10 થી આજે બપોરે 2 વાગ્યા સુધીનો કુલ વરસાદ (16 કલાક)● માળિયા 98 mm● મોરબી 133 mm● ટંકારા 64 mm● વાંકાનેર 84 mm● હળવદ 67 mmગત રાત્રે 10થી આજે સવારે 6 વાગ્યા સુધીનો વરસાદ (8 કલાક)● માળિયા 61 mm● મોરબી 55 mm● ટંકારા 51 mm● વાંકાનેર 47 mm● હળવદ 44 mmઆજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીનો વરસાદ (8 કલાક)● માળિયા 37 mm● મોરબી 78 mm● ટંકારા 13 mm● વાંકાનેર 37 mm● હળવદ 23 mm