ગઈકાલે રાત્રીથી શરૂ થયેલો વરસાદ આવ-જા સાથે હજુ પણ યથાવત : ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયામોરબી : મોરબીના ગત રાત્રિથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. વહેલી સવારથી હળવો વરસાદ રહ્યો હતો. જો કે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં તો મેઘરાજાએ રીતસરની ધડબડાટી બોલાવતા અઢી ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. એક સામટો વરસાદ પડવાના કારણે પાણી ઓસરવાનો પણ સમય ન રહેતા જનજીવનને અસર પહોંચી છે. વધુમાં વાંકાનેરમાં પણ બપોરે બે કલાકમાં એક ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.બપોરે 12થી 2 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 13 mm● મોરબી 63 mm● ટંકારા 5 mm● વાંકાનેર 26 mm● હળવદ 4 mmસવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 37 mm● મોરબી 78 mm● ટંકારા 13 mm● વાંકાનેર 37 mm● હળવદ 23 mm#MorbiUpdate #MorbiRain #RainfallReport #MorbiNews #GujaratRain #Maliya #Halvad #Wankaner #Tankara #WeatherUpdate