બાપા સીતારામ વાળી શેરીમાં 7 થી 8 ઘરોમાં ભરાયા પાણી : તંત્ર તાત્કાલિક પાણીનો નિકાલ કરી આપે તેવી માંગમોરબી : રફાળેશ્વરમાં બાપા સીતારામ વાળી શેરીમાં આવેલ ઘરોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. વરસાદી તેમજ ગટરના પાણીના યોગ્ય નિકાલના અભાવે આ વિસ્તારના અંદાજે 7 થી 8 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.સમસ્યાથી કંટાળેલા સ્થાનિક લોકોએ રોડ પર વાહનો આડા મૂકીને ચક્કાજામ કરી દીધો છે. રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં અડધે સુધી જ રોડ બનાવીને બાકીનો રસ્તો વર્ષોથી અધૂરો છોડી દેવામાં આવ્યો છે. આ અધૂરા કામના કારણે વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે સીધા ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવે. રહેવાસીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે ત્યાં સુધી ચક્કાજામ યથાવત રાખવામાં આવશે.#Morbi #MorbiUpdate #Rafaleshwar #MorbiNews #ChakaJam #WaterLogging #LocalIssue