મહેન્દ્રનગરમાં મિલીપાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ, મોરબી-હળવદ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયોમોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી મિલીપાર્ક સોસાયટીમાં વરસાદ આવતા જ પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે સોસાયટીમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉગ્ર વિરોધ દર્શાવતા સોસાયટીના રહીશોએ ઘૂટૂ જવાના રસ્તા અને મોરબી-હળવદ હાઇવે પર પહોંચીને ચક્કાજામ કરી દીધો હતો.સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાથી કંટાળેલા મિલીપાર્ક સોસાયટીના રહીશો ચાલુ વરસાદે જ છત્રીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘૂટૂ રોડ પર પહોંચી તેઓએ મોરબી-હળવદ હાઇવે બંધ કરી દીધો હોવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. રહીશોની માંગ છે કે સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો તાત્કાલિક અને કાયમી નિકાલ કરવામાં આવે, જેથી દર ચોમાસે લોકોને આવી ભારે હાલાકી ભોગવવી ન પડે. રસ્તો બંધ થવાના કારણે હાઇવે પર વાહનોની લાઈનો લાગી ગઈ છે અને વાહનચાલકો અટવાયા છે.#Morbi #MorbiUpdate #Mahendranagar #MilliPark #MorbiRain #GhutuRoad #MorbiHalvadHighway #ChakkaJam #MorbiNews #GujaratNews