મોરબી અને માળિયા(મિયાણા) તાલુકાના 10 ગામોને સાવચેત રહેવા અનુરોધડેમમાંથી 7182 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છેમોરબી : મોરબી તાલુકાના જીકીયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ સિંચાઇ યોજનામાં સતત પાણીની આવકના પગલે ડેમ રૂલ લેવલ મુજબ 100% ભરાઈ ગયો છે. જળાશયમાં પાણીની નવી આવક ચાલુ હોવાથી વધારાના પાણીને નદીમાં છોડવા માટે તંત્ર દ્વારા ડેમના 2 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 7182 ક્યુસેક પાણીની આવક છે અને સામે એટલું જ 7182 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણીનો નિકાસ શરૂ કરાતા સાવચેતીના પગલારૂપે સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘોડાધ્રોઈ ડેમના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર(મચ્છુ) અને રાપર તેમજ માળિયા(મિયાણા) તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી સહિત કુલ 10 ગામોના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને નદીના પટમાં અવરજવર કે સાહસ ન કરવા, માલ-ઢોરને સલામત સ્થળે ખસેડી લેવા અને તંત્રની સુરક્ષા સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.