મોરબી: મોરબી તાલુકાના જીકીયારી ગામ પાસે આવેલ ઘોડાદ્રોઇ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું 70% પાણી ભરાઈ ગયું છે. ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં આવી શકે તેમ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ યોજનાના નીચાણવાસમાં આવતા મોરબી અને માળિયા (મી) તાલુકાના કુલ 10 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.સિંચાઈ વિભાગના ચેતવણી સંદેશ અનુસાર, આજે બપોરે 2 કલાકે ડેમનું લેવલ 96.10 મીટર અને કુલ જથ્થો 166.46 MCFT છે. ડેમમાં 4121 નો ઇનફ્લો ચાલુ છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના જીકીયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ) અને રાપર તેમજ માળિયા (મી) તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચિખલી ગામના લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં કોઈએ પણ અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #GhodadhroiDam #Morbi #Maliya #DamAlert #Monsoon2026 #GujaratRain #WaterLevel #RainUpdate