મોરબી અને માળિયા (મિ.)તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયામોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં સતત પાણીની આવકના પગલે ડેમ ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. છતાં આવક વધતા હવે આ 2 દરવાજા 3 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે.સાવચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મચ્છુ-3 ડેમના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા(મીં) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મીં), હરીપર અને ફતેપર સહિત 21 ગામોને એલર્ટ કરાયા છે. તેમજ નદીના પટમાં અવરજવર કે સાહસ ન કરવા, માલ-ઢોરને સલામત સ્થળે ખસેડી લેવા અને તંત્રની સુરક્ષા સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો છે.#Morbi #MorbiUpdate #Machhu3Dam #GujaratMonsoon #DamAlert #MorbiNews #Maliya #BreakingNews