અમદાવાદ પોલીસ મથકમાં ફરીટાડ નોંધાયા બાદ વાંકાનેર પોલીસની તપાસ શરૂવાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે મકાન ધરાવતા મહિલાએ અમદાવાદ પોલીસ મથકમાં તેમના દિયર બંધ પડેલા મકાનમાંથી રૂપિયા 70 હજારની કિંમતના ત્રાંબા - પિત્તળના વાસણો ચોરી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વાંકાનેરના ઢુંવા ગામના વતની અને હાલમાં અમદાવાદ ખાતે શહેર કોટડા વિસ્તારમાં રહેતા મીનાબેન હદાભાઈ સાગઠિયાએ અમદાવાદ શહેર કોટડા પોલીસ મથકમાં જીરો નંબરથી પોલીસ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમના દિયર દીપકભાઈ પાલાભાઈ સાગઠિયા ઢુંવા ખાતે આવેલા તેમના મકાનમાંથી ગત ફેબ્રુઆરી માસમાં રૂપિયા 70 હજારની કિંમતના ત્રાંબા - પિત્તળના વાસણો ચોરી કરી હતી.બનાવ અંગે વાંકાનેર પોલીસે તપાસ શરૂ કરી છે.