તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વાહન ફેરવીને સાવચેતી રાખવાનું એનાઉન્સ કરાયુંમોરબી : મોરબીના મચ્છુ 2 ડેમમાં પાણીની આવક વધતા શનિવારે વહેલી સવારે ડેમમાંથી પાણી છોડવામાં આવશે. આથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીના પટમાં કે નીચાણવાળા વિસ્તારોમાં કોઈને પણ ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે.હાલમાં જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આગમચેતીના ભાગરૂપે પાડાપુલની નીચે રહેતા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા વાહન ફેરવીને એનાઉન્સ પણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ ઈમરજન્સી કે આપાતકાલીન પરિસ્થિતિના સમયે નાગરિકોને તાત્કાલિક સહાયતા માટે મોરબી ફાયર ટીમ તથા જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે. #MorbiUpdate #MorbiNews #Machhu2Dam #MorbiCity #MorbiAdministration #MonsoonAlert #GujaratNews