ઠેક-ઠેકાણે પાણી, એકસામટો વરસાદ પડતાં જનજીવન પ્રભાવિતમોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ જાણે મુકામ કર્યો હોય તેમ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં એટલે કે સાંજે 4થી 6 દરમિયાન વાંકાનેરમાં વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. આ પહેલા પણ બપોરે 2થી 4 દરમિયાન વાંકાનેરમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. એટલે છેલ્લા 4 કલાકમાં અહીં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાંજે 4થી 6 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 15 mm● મોરબી 3 mm● ટંકારા 3 mm● વાંકાનેર 41 mm● હળવદ 8 mmસવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 57 mm● મોરબી 96 mm● ટંકારા 23 mm● વાંકાનેર 158 mm● હળવદ 33 mm#MorbiUpdate #MorbiRain #RainfallReport #MorbiNews #GujaratRain #Maliya #Halvad #Wankaner #Tankara #WeatherUpdate