વીજલાઈન વળતરના નવા ઠરાવના વિરોધમાં મહેન્દ્રનગરના 7 ખેડૂત પુત્રો અને 11 મહિલાઓ પ્રતીક ઉપવાસ પર બેઠામોરબી : મોરબી નજીક જેતપર સ્થિત 'ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી' ખાતે વીજલાઈન વળતરના નવા ઠરાવના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેમાં આજે અદાણી કંપની અને સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો એકઠા થયા હતા.આ વિરોધ પ્રદર્શનમાં મહેન્દ્રનગર ગામના 7 ખેડૂત પુત્રો અને 11 બહેનો-માતાઓ પ્રતીક ઉપવાસમાં જોડાયા છે. આ છાવણીમાં આજે 500 થી વધુ ભાઈઓ, બહેનો અને માતાઓએ હાજરી આપીને ખેડૂત આંદોલનને પોતાનો મજબૂત ટેકો જાહેર કર્યો હતો.ખેડૂતોના આ આંદોલનમાં રોષનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અદાણી અને સરકારના વિરોધમાં ખેડૂત મહિલાઓ અને કિન્નર સમાજ દ્વારા છાતી કૂટીને સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વીજલાઈનના વળતર મુદ્દે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય ન્યાય અને વળતર નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #GujaratFarmers #AdaniProtest #KhedutSatyagraha #KisanAndolan #GujaratNews #MorbiNews