મોરબી : રેલવે વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, ટ્રેન નંબર 26901/26902 સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન હવે બદલાયેલા રૂટ પર કરવામાં આવશે. આગામી 17 ઓગસ્ટથી આ ટ્રેન મુસાફરો માટે નવા રૂટ પર દોડતી થશે.નવો રૂટ અને સ્ટોપેજરાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, બદલાયેલા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી સાબરમતી અને સાબરમતીથી વેરાવળ વચ્ચે બંને દિશામાં જૂનાગઢ, ઢસા, ધોળા, બોટાદ, ધંધૂકા, ધોળકા અને ગાંધીગ્રામ સ્ટેશનો પર ઊભી રહેશે.ઉલ્લેખનીય છે કે, હાલમાં આ ટ્રેન વેરાવળ, જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન અને સાબરમતી સ્ટેશનો પરથી ચલાવવામાં આવે છે.ટ્રેનના નવા સમયપત્રકની વિગતો:વેરાવળથી સાબરમતી: આ ટ્રેન વેરાવળથી હાલના નિર્ધારિત સમય બપોરે 14.45 વાગ્યાના બદલે હવે 15.50 વાગ્યે ઉપડશે અને 21.35 વાગ્યાના બદલે રાત્રે 22.25 વાગ્યે સાબરમતી પહોંચશે.સાબરમતીથી વેરાવળ: પરત મુસાફરીમાં, આ ટ્રેન સાબરમતીથી હાલના નિર્ધારિત સમય સવારે 05.25 વાગ્યાના બદલે 06.00 વાગ્યે ઉપડશે અને બપોરે 12.25 વાગ્યાના બદલે 12.50 વાગ્યે વેરાવળ પહોંચશે.ટ્રેનોના સમય, નવા સ્ટોપેજ અને અન્ય સંબંધિત અદ્યતન માહિતી માટે મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.#MorbiUpdate #VandeBharatExpress #IndianRailways #VeravalSabarmatiVandeBharat #RajkotDivision #GujaratRailwayNews #TrainRouteUpdate