વેપારીઓએ કરેલી રજૂઆતને પગલે તંત્ર હરકતમાં : રસ્તા ઉપરથી ગારા-કીચડ તેમજ પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇમોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ભરાયેલા પાણી અને ગારા-કીચડની ગંભીર સમસ્યા અંગે આજે લાતી પ્લોટના વેપારીઓએ મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. વેપારીઓએ પોતાની આપવીતી વર્ણવીને તાત્કાલિક ધોરણે પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.વેપારીઓની રજૂઆતોને પગલે મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વધુ 4 JCB અને 1 જેટીંગ મશીન ફાળવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. જે સ્થળોએ પાણી ભરાયા છે ત્યાં ડી-વોટરીંગ કરવા તથા ગારા-કીચડ દૂર કરવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, જેથી સ્થાનિકો અને વેપારીઓને મુશ્કેલીમાંથી રાહત મળી શકે.આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી તથા સિટી ઇજનેર હિતેશ આદ્રોજા દ્વારા તમામ ટીમને સાથે રાખીને તાકીદે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #LatiPlot #MorbiNagarpalika #MorbiPMC #CleanMorbi